આઈપીએલ : પ્લૅઅૉફ્ફ માટે ત્રણ ટીમ વચ્ચે રસાકસી

આઈપીએલ : પ્લૅઅૉફ્ફ માટે ત્રણ ટીમ વચ્ચે રસાકસી
છેલ્લી ત્રણ લીગ મૅચ : રાજસ્થાન હારીને પણ પ્રવેશ મેળવી શકે, દિલ્હી સામે મુંબઈ જીત્યું તો બેંગલુરુને ફાયદો : દિલ્હી માટે જીતવું જરૂરી
મુંબઈ, તા.20 : આઈપીએલમાં પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું ભવિષ્ય મુંબઈ પર ટકેલું છે. છેલ્લા લીગ મેચમાં વિજય બાદ પણ આરસીબીનો રનરેટ માઈનસમાં છે. હવે શનિવારે મુંબઈ અને દિલ્હી વચ્ચેના મુકાબલાના પરિણામ પર આરસીબીનો આધાર રહેશે.
આઈપીએલની નવી ટીમો ગુજરાત અને લખનઉ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂકી છે. હવે બાકીના બે સ્થાન માટે 3 ટીમ વચ્ચે ટક્કર છે. લીગ મુકાબલામાં હવે માત્ર 3 મેચ બાકી છે. જેમાં શુક્રવારે રાજસ્થાન અને ચેન્નાઈ, શનિવારે મુંબઈ અને દિલ્હી તથા રવિવારે છેલ્લા મુકાબલામાં હૈદરાબાદ અને પંજાબ આમને સામને હશે. પ્લેઓફમાં ત્રીજા સ્થાન માટે રાજસ્થાન રોયલ્સ મજબૂત દાવેદાર મનાય છે કારણ કે તેના 16 પોઈન્ટ છે અને હજુ એક મેચ રમવાનો બાકી છે.  જો આરઆર હારે તો પણ મજબૂત રનરેટના આધારે પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે. 
ચોથા સ્થાન માટે દિલ્હી અને બેંગ્લુરુ વચ્ચે ટક્કર છે. બેંગ્લુરુએ પોતાનો છેલ્લો મેચ જીત્યો પરંતુ રનરેટ માઈનસમાં હોવાથી પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કર્યું નથી. શનિવારે મુંબઈ સામે જો દિલ્હી જીતશે તો પ્લેઓફ માટે કવોલિફાય કરશે. આવી સ્થિતિમાં ખરાબ રનરેટને આધારે બેંગ્લુરુ બહાર થશે. જો દિલ્હી હારે તો બેંગ્લુરુ પ્લેઓફમાં સ્થાન મેળવશે એટલે બેંગ્લુરુની ટીમ માટે મુંબઈની જીત જરુરી છે.
ગુજરાત, લખનઊ ટોચે : હૈદરાબાદ તળિયે
ટીમ              પોઈન્ટ
ગુજરાત         20
લખનઉ         18
રાજસ્થાન      16
બેંગ્લુરુ          16
દિલ્હી           14
કોલકાતા       12
પંજાબ           12
હૈદરાબાદ      12
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer