દિલ્હી હારે તો વિરાટ બ્રિગેડ પ્લૅઅૉફ્ફમાં નહીં તો બહાર
મુંબઈ, તા.20 : આઈપીએલ 2022 સિઝનના છેલ્લા તબક્કામાં તા.ર1ને શનિવારે સાંજે 7:30 થી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો થશે.
આઈપીએલ પ્લેઓફમાં સ્થાન મેળવવા બેંગ્લુરુ અને દિલ્હી વચ્ચે ભારે રસાકસી સર્જાઈ છે. શનિવારના મેચમાં જો મુંબઈની ટીમ દિલ્હીને હરાવી દે તો તેનો સીધો ફાયદો બેંગ્લુરુને મળશે અને તે પ્લેઓફમાં પ્રવેશ મેળવશે પરંતુ જો ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ જીતી તો બેંગ્લુરુ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જશે.
આમ બેંગ્લુરુના ખેલાડીઓની નજર આ મુકાબલા પર રહેશે અને દિલ્હી સામે મુંબઈની ટીમ જીતે તે માટે દૂઆ કરશે. બેંગ્લુરુનો કેપ્ટન વિરાટ કોહલી મુંબઈ-દિલ્હી વચ્ચેના મુકાબલામાં પ્રેક્ષક તરીકે હાજર રહેશે અને મુંબઈની ટીમને ચીયર કરશે તેવું સામે આવ્યું છે.
Published on: Sat, 21 May 2022
આજે મુંબઈની જીતની પ્રાર્થના કરશે બેંગલુરુ
