ગુજરાત અને હિમાચલમાં કૉંગ્રેસ હારશે : પ્રશાંત કિશોર

નવી દિલ્હી, તા. 20 : જાણીતા વ્યૂહકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસની ચિંતન શિબિરને નિષ્ફળ ગણાવીને જણાવ્યું હતું કે, ઉદયપુરની બેઠકોમાં પક્ષને કંઈ હાંસિલ થયું નથી. 
આ શિબિરથી કોંગ્રેસના નેતૃત્વ એટલે કે ગાંધી પરિવારને અસ્તિત્વ ટકાવવાનો વધુ એકવાર સમય મળી ગયો છે. પીકેએ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના પરાજયની ભવિષ્યવાણી કરી છે.
પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મને વારંવાર કોંગ્રેસની ચિંતન શિબિર વિશે સવાલો પુછાય છે. મારા મતે એ શિબિર સંપૂર્ણપણે નિષ્ફળ રહી.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer