મહારાષ્ટ્રમાં કોરોનાના 311 નવા કેસ

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રમાંથી શુક્રવારે કોરોનાના 311 નવા કેસ મળી આવ્યા હતા. રાજ્યમાં અત્યારે 1761 દરદી સારવાર હેઠળ છે. 

ગુરુવારે રાજ્યમાંથી 316, બુધવારે 307, મંગળવારે 266 અને સોમવારે 129 નવા કેસ મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં એકેય કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયું નહોતું. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 270 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,06,77,080 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 78,82,169 ટેસ્ટ (09.77 ટકા) પોઝિટિવ આવી છે. 

મુંબઈમાં 213 કેસ 

મુંબઈમાંથી શુક્રવારે કોરોનાના 213 નવા કેસ મળ્યા હતા. મુંબઈમાં અત્યારે 1144 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. શુક્રવારે જે નવા દરદી મળ્યાં હતાં, એમાંથી માત્ર નવ દરદીને હૉસ્પિટલમા દાખલ કરવાની ફરજ પડી હતી. 

ગુરુવારે મુંબઈમાંથી 223, બુધવારે 194, મંગળવારે 158 અને સોમવારે 74 નવા દરદી મળેલા. છેલ્લાં 24 કલાકમાં એકય કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયું નહોતું. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 155 દરદીઓને રજા આપવામાં આવી હતી. પાલિકાએ કહ્યું હતું કે, એના 24,510 ખાટલામાંથી અત્યારે માત્ર 37 ખાટલા જ કોરોનાગ્રસ્ત દરદીથી ભરેલાં છે. અત્યારે કુલ બે દરદી ઓક્સિજન પર છે. શુક્રવારે મળેલા દરદીમાંથી 204 (96 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા. 

Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer