ઍર ઇન્ડિયાના વિમાનનું મુંબઈ ઍરપોર્ટ પર તાકિદનું ઉતરાણ

મુંબઈ, તા. 20 : ઍર ઇન્ડિયાના એ320ક્ષયજ્ઞ વિમાનનું મુંબઈ હવાઇમથકે તાકિદનું ઉતરાણ (ઇમરજેન્સી લેન્ડિંગ) કરાવાયું હતું. તાતા ગ્રુપ દ્વારા સંચાલિત ઍરલાઇનનું વિમાન ઉડાણ ભર્યા બાદ મુંબઈ ઍરપોર્ટ પર પરત ફર્યું હતું, કારણ કે ટેકનિકલ સમસ્યાને પગલે તેનું એન્જિન હવામાં બંધ થઇ ગયું હતું. આ મામલે સૂત્રો અનુસાર ગુરુવારે વિમાન ઉડાણ ભર્યાના 27 મિનિટ બાદ હવાઇ મથકે પરત ફર્યું હતું. ઍર ઇન્ડિયાના પ્રવકતાએ જણાવ્યું હતું કે વિમાન બદલી લેવાયા બાદ પ્રવાસીઓને બેંગ્લોરનાં ગંતવ્ય માટે રવાના કરી દેવાયા હતા. ડીજીસીએ આ અંગે તપાસ કરી રહ્યું છે.
એ320ક્ષયજ્ઞ  વિમાનમાં સીએફએમના લીપ એન્જિન હોય છે. અહેવાલ અનુસાર વિમાનના પાયલટોએ સવારે 9.43 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી વિમાન પ્રસ્થાન કરાયાની કેટલીક મિનિટોમાં જ એન્જિનમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. એન્જિન અચાનક હવામાં બંધ થયા બાદ વિમાનના પાયલટોએ સવારે 10.10 વાગ્યે મુંબઈ હવાઇમથકે વિમાનનું તાકિદનું ઉતરાણ કર્યું હતું.
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer