મોસ્કો, તા. 20 : રશિયાનાં રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુએ દાવો કર્યો છે કે, મારિયુપોલનાં એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં છૂપાયેલા આશરે 2 હજાર જેટલા યુક્રેની સૈનિકોએ રશિયાની સેના સામે હથિયાર હેઠાં મેલી દીધા છે અને આત્મસમર્પણ કરી લીધું છે. જો કે યુક્રેન તરફથી આની કોઈ પુષ્ટિ મળી રહી નથી અને રશિયાનાં દાવાની પણ હજી સુધી કોઈ ખરાઈ થઈ નથી.
Published on: Sat, 21 May 2022