નવી દિલ્હી, તા. 20 : ભારતે ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ છતાં પણ ઘઉંની એક મોટી ખેપ ઈજીપ્તને મોકલી છે. ઈજીપ્તના અનુરોધ બાદ ભારત તરફથી 61500 ટન ઘઉં મોકલવામાં આવ્યા છે. નિકાસ ઉપર પ્રતિબંધ બાદ ભારત તરફથી કોઈપણ દેશને મોકલવામાં આવેલી આ સૌથી મોટી ખેપ છે. ઈજીપ્તની જેમ કુલ 12 દેશોએ અનુરોધ કર્યો છે કે ઘઉંની નિકાસ કરવામાં આવે. રિપોર્ટ અનુસાર ડઝનેક દેશો ભારતને ઘઉંની નિકાસ માટે રાજદ્વારી સ્તરે અનુરોધ કરી રહ્યા છે.
Published on: Sat, 21 May 2022