લાલુ પ્રસાદ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો કેસ

લાલુ પ્રસાદ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો નવો કેસ
યાદવ પરિવારનાં 17 સ્થળોએ સીબીઆઈના દરોડા
નવી દિલ્હી, તા. 20 : રેલવે ભરતી કૌભાંડના મામલામાં સીબીઆઈએ બિહારના પુર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના સ્થળોએ દરોડા પાડયા હતા. સીબીઆઈના દરોડા દિલ્હી અને પટણામાં 17 જગ્યાએ ચાલી રહ્યા છે. લાલુ યાદવની પુત્રી મીસા ભારતના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો હતો.
આરોપ છે કે લાલુ યાદવે રેલ મંત્રી રહેતા સમયે ભરતી કૌભાંડ આચર્યું હતું. આ મામલામાં તપાસ શરૂ કરવજામાં આવી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે સીબીઆઈએ બિહારના પુર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે રેલવેમાં નોકરીના બદલામાં ઉમેદવારો પાસેથી જમીન લેવાના આરોપમાં નવો કેસ નોંધ્યો છે અને આ કેસ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. 
Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer