વર્ષ 2021-22માં દેશમાં સર્વાધિક 83 અબજ ડોલરનું વિદેશી રોકાણ

વર્ષ 2021-22માં દેશમાં સર્વાધિક 83 અબજ ડોલરનું વિદેશી રોકાણ
નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : વર્ષ 2021-22માં ભારતમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 83.57 અબજ ડૉલરનું ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) આવ્યું હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે અહીં જાહેર કર્યું હતું.

વર્ષ 2020-21 દરમિયાન 81.97 અબજ ડૉલરનું એફડીઆઈ દેશમાં આવ્યું હતું. મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં વિદેશી રોકાણ માટે પ્રાધાન્ય ધરાવતા રાષ્ટ્રોમાં ભારતનો ઝડપી ઉદય થઈ રહ્યો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે.

વર્ષ 2021-22માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રોમાં એફડીઆઈની ઇક્વિટી 76 ટકા વધીને 21.34 અબજ ડૉલરની થઈ હતી, જે તેના પાછલા વર્ષે 2020-21માં 12.09 અબજ ડૉલરની થઈ હતી.

ટોચનાં પાંચ રાષ્ટ્રોથી આવેલા વિદેશી રોકાણમાં 27 ટકા સાથે સિંગાપુર પહેલા ક્રમે, ત્યાર બાદ 18 ટકા રોકાણ સાથે અમેરિકા અને મોરેશિયસ 16 ટકા એફડીઆઈ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.

વિવિધ ક્ષેત્રોમાં કૉમ્પ્યુટર સોફટવેર અને હાર્ડવેરમાં સૌથી વધુ એફડીઆઈ આવ્યું હતું. તે પછી સર્વિસીસ અને અૉટો ક્ષેત્રનો સમાવેશ થતો હોવાનું વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે.

Published on: Sat, 21 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer