દ.આફ્રિકા સામે રોહિત, વિરાટને આરામ : રાહુલ કૅપ્ટન

દ.આફ્રિકા સામે રોહિત, વિરાટને આરામ : રાહુલ કૅપ્ટન
ટી-20 ટીમ જાહેર : ઉમરાન, અર્શદીપનો સમાવેશ : ઈંગ્લૅન્ડ સામે ટેસ્ટ સ્કવોડમાં પૂજારા, રવીન્દ્ર જાડેજા
નવી દિલ્હી તા.22 : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 5 ટી-20ની શ્રેણી માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયરોને આરામ આપવામાં આવ્યો છે, કે.એલ.રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ટીમમાં ઉભરતાં ખેલાડી ઉમરાન મલિક, અર્શદીપ સિંહનો સમાવેશ કરાયો છે તેમને આઈપીએલ ફળી છે.
જે સાથે ઈંગ્લેન્ડ સામે  ટેસ્ટ માટે પણ ટીમ જાહેર કરવામાં આવી હતી. ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે. ગત વર્ષ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીનો એક મેચ બાકી રહી ગયો હતો જે જૂલાઈમાં રમાશે.
દ.આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે ટી-20 મુકાબલામાં હાર્દિક પંડયા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલનું પુનરાગમન થયુ છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને ભારતીય ટીમમાં તક મળી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણીના ર ટેસ્ટ રમી ચૂકેલા ઈશાંત શર્માનો સમાવેશ કરાયો નથી. દ.આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા : કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ,ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ ઐયર, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, વેંકટેશ ઐયર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ સ્કવોડ : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વા.કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ભારત-દ.આફ્રિકા ટી-20 શ્રેણી
પહેલો મેચ- 9 જૂન દિલ્હી
બીજો મેચ- 12 જૂન કટક
ત્રીજો મેચ- 14 જૂન વિશાખાપટ્ટનમ
ચોથો મેચ- 17 જૂન રાજકોટ
પાંચમો મેચ- 19 જૂન બેંગ્લુરુ
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust