કસ્ટડીમાં ડેથ બાદ પોલીસ સ્ટેશનને આગ આસામમાં આરોપીઓનાં ઘર ઉપર બુલડોઝર

ગુવાહાટી, તા. 22: આસાના નંગાવમાં એક પોલીસ સ્ટેશનમાં એક શખસના કથિત મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી હતી. આ ઘટનામાં ત્રણને ઈજા પહોંચી હતી. આસામ પોલીસે મામલાની તપાસ માટે એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું છે. સાથે જ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસપેન્ડ કરવામાં આવ્યા છે. આસામ પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ઘટનાની તપાસ ફોરેન્સિક ટીમ કરશે.  
કસ્ટડીમાં થયેલા મૃત્યુને લઈને તપાસમાં પણ ફોરેન્સિક ટીમ તપાસ કરશે. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે પોલીસ સ્ટેશનમાં થયેલી તોડફોડ અને આગ લગાડવાના આરોપમાં અત્યારસુધીમાં કુલ 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં ત્રણ મુખ્ય આરોપીઓનાં ઘરો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ઘટનાના એક દિવસ બાદ આસામના ડીજીપી જ્યોતિ મહંતાએ ફેસબુક ઉપર એક લાંબી પોસ્ટ લખીને બતાવ્યું હતું કે ઘટનામાં શું થયું હતું.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust