મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 4004 કેસ

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં રવિવવારે કોરોનાના નવા 4004 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 79,35,749 પર પહોંચ્યો હતો. આ સિવાય કોરોનાને કારણે રવિવારના એક જણનું મોત થયું હતું અને મરણાંક 1,47,886 પર પહોંચ્યો હતો. એક દિવસમાં 3,085 દર્દીને રજા આપવામાં આવી હતી, જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 23,747 રહ્યો હતો. રાજ્યમાં સાજા થનારા કુલ દર્દીઓની સંખ્યા 77,64,117 રહી હતી. 
રવિવારે 41,823 જણની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી. રાજ્યનો સાજા થવાનો દર 97.84 ટકા રહ્યો હતો, જ્યારે મૃત્યુ દર 1.86 ટકા રહ્યો હતો. 
મુંબઈમાં નવા 2087 કેસ
મુંબઈમાં રવિવારે કોરોનાના નવા 2087 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 10,93,722 પર પહોંચ્યો હતો અને મરણાંક 19,583 રહ્યો હતો. 
મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે અને સંક્રમિતોની સંખ્યા 16 ટકા પર પહોંચી ગઇ છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાની સાથે હૉસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. હૉસ્પિટલમાં 11,000 બેડ છે, જેમાંથી પાંચ ટકા બેડ ભરાઇ ગયા છે. 
મરણાંકમાં પણ વધારો થઇ રહ્યો છે. જૂન મહિનાની શરૂઆતમાં રોજનો શૂન્ય મૃત્યુ નોંધાતો હતો, પરંતુ હાલમાં બે અથવા ત્રણ જણના મૃત્યુ રોજ નોંધાઇ રહ્યા છે.
અઠવાડિયા પહેલાં પાંચ દરદી અૉક્સિજન સપોર્ટ પર હતાં, હવે આ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. અઠવાડયા પહેલાં હૉસ્પિટલમાં દાખલ થનારા દરદીઓનું પ્રમાણ ત્રણ ટકા હતું.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust