ભારતીયને આતંકવાદી જાહેર કરવાનો પ્રયાસ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ફરી આંચકો

નવી દિલ્હી, તા. 20 : ભારત સહિત પાંચ દેશોએ એક ભારતીય નાગરિકને સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાના પાકિસ્તાની પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો.
ઇસ્લામાબાદે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિમાં ગોવિંદ પટનાયક દુગ્ગીવાલસાને સામેલ કરવાની યોજના બનાવી હતી. પાકિસ્તાન સરકારનો દાવો હતો કે, તે દેશમાં આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો.
ભારતનું સમર્થન કરનારા દેશ યુકે, યુએસ, ફ્રાંસ અને અલ્બનિયા છે, જેમાં ત્રણ દેશ સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય છે જ્યારે અલ્બનિયા આ મહિના માટે પરિષદના અધ્યક્ષ છે. 2020માં આ નામને સમિતિના પાંચ સભ્યોએ ઉડાડી દીધું હતું.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust