અજય દેવગણ - તબુની દૃશ્યમ -2 18મી નવેમ્બરે થિયેટરમાં

અજય દેવગણ - તબુની દૃશ્યમ -2 18મી નવેમ્બરે થિયેટરમાં
2015માં રઝૂ થયેલી ક્રાઈમ થ્રિલર દૃશ્યમ બાદ તેની સિકવલ દૃશ્યમ-2 રજૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. અજય દેવગણ અને તબુ અભિનિત આ ફિલ્મ મોહનલાલ અભિનિત આ જ નામની ફિલ્મની હિન્દી રિમેક છે. દૃશ્ય-2માં અજય અને તબુની સાથે અક્ષય ખન્ના પણ જોડાયો છે. આ ફિલ્મ આગામી 18મી  નવેમ્બરે થિયેટરમાં રજૂ થશે. અજયે સોશિયલ મીડિયા પર ફિલ્મની રજૂઆતની તારીખની જાહેરાત કરી છે. 
ફિલ્મ ધૃશ્યમમાં વિજય સાલગાંવકરની વાર્તા છે જે પરિવારપ્રેમી પુરુષ હોય છે. મોટી દીકરી સાથે અણછાજતો બનાવ બની ગયા બાદ તેઓ પોલીસ તપાસ હેઠળ આવી જાય છે. આથી પરિવારને બચાવવા માટે તે પોતાનાથી બનતું બધું જ કરી છૂટે છે. ફિલ્મમાં તબુ ઈન્સ્પેકટર જનરલ અૉફ પોલીસ મીરા દેશમુખનું પાત્ર ભજવે છે. આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયું હતું. અભિષેક પાઠક દિગ્દર્શિત સિકવલમાં પણ શ્રિયા શરણ, રજત કપૂર અને ઈશિતા દત્તા છે. તાજેતરમાં હૈદરાબાદમાં તેનું શૂટિંગ પૂરું થયું છે. 
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust