નવી દિલ્હી, તા. 22 : એકવીસમી સદી અને વૈશ્વિકરણના આ યુગમાં અંગ્રેજી ભાષના દબદબા વચ્ચે ધ્યાન ખેંચનારા સમાચારમાં કાશી એટલે કે, વારાણસી એરપોર્ટ?પર અંગ્રેજી અને હિન્દી ઉપરાંત, સંસ્કૃત ભાષામાં ઉદ્ઘોષણા થાય છે. કાશી એરપોર્ટ?પર ઉડાનો અંગેની માહિતી, કોવિડ સંબંધી સાવધાનીઓ અને પ્રોટોકલ વિશેના એનાઉન્સમેન્ટસ સંસ્કૃતમાં પણ થાય છે.
સંસ્કૃત ભાષાનો આમ જાહેર પ્રયોગ કરનારું કાશી દેશનું પ્રથમ એરપોર્ટ?બન્યું છે. આમ કરીને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન, મહાન ભાષાને આદર અપાયો છે.
કાશી એક આધ્યાત્મિક નગરી તરીકે આાઁળખ ધરાવે છે. લોકોએ સંસ્કૃત ભાષાને સ્થાન આપવાના એરપોર્ટ ઓથોરિટીના ફેંસલાનું સ્વાગત કર્યું છે.
Published on: Thu, 23 Jun 2022