પ્રશંસકો, આલોચકો અને સાથીઓનો આભાર માન્યો
નવી દિલ્હી, તા. 23 : ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે 23 જૂન ખાસ છે. 35 વર્ષીય રોહિત શર્માએ 15 વર્ષ પહેલા 23મી જૂને આયર્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ ક્યારેય પાછું ફરીને જોયું નથી. રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાનો દબદબો કાયમ કરી ચૂક્યો છે. ઇન્ટરનેશનલ ડેબ્યુનાં 15 વર્ષ પૂરાં થતાં રોહિત શર્માએ પ્રશંસકોનો આભાર માન્યો છે. રોહિત શર્માએ ટ્વિટર ઉપર લખ્યું છે કે તે આજે ભારત માટે ડેબ્યુનાં 15 વર્ષ પૂરાં કરી રહ્યો છે. આ એક એવી યાત્રા રહી છે જેને જીવનભર યાદ રાખશે. રોહિતએ આગળ લખ્યું હતું કે, તેઓ યાત્રાનો હિસ્સો રહેલા તમામ લોકોનો આભાર માને છે અને સાથે ખેલાડી બનવામાં મદદ કરનારા તમામ લોકોનો વિશેષ આભાર માને છે. તમામ ક્રિકેટ પ્રેમિઓ, પ્રશંસકો, આલોચકોનો પણ આભાર. રોહિત શર્માએ અત્યારસુધીમાં 45 ટેસ્ટ, 230 વન ડે અને 125 ટી20 મેચ રમ્યા છે. આ દરમિયાન વનડેમાં 9283, ટેસ્ટમાં 3137 અને ટી20માં 3313 રન કર્યા છે.
Published on: Fri, 24 Jun 2022
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂરા કર્યા
