પીટા ઇન્ડિયાના અનુરોધથી બકરી ઈદ પહેલાં નવી માર્ગદર્શિકા જાહેર

મુંબઈ, તા. 23 : પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ અૉફ એનિમલ (પીટા) ઇન્ડિયાની અપીલથી કેન્દ્ર સરકારના એનિમલ વૅલ્ફેર બોર્ડે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં આગામી બકરી ઈદને અનુલક્ષીને પ્રાણીઓ પ્રત્યે અમાનવીય વર્તન અટકાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.  `પીટા' ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, દરેક ધર્મ કરુણાનો સંદેશ આપે છે અને પશુ કલ્યાણ કાયદાઓનું પાલન કરવું એ તમામ નાગરિકની ફરજ છે. પશુઓ પ્રત્યે કરુણામય હોય એ રીતે તમામ પ્રકારની ઉજવણી કરવી જોઈએ. પીટા ઇન્ડિયાના ઘણાં મુસ્લિમ સમર્થકો પણ પશુની કતલ ર્ક્યા વગર નાણાં, કપડાં અને શાકાહારી ખાદ્યપદાર્થનું દાન કરીને અથવા અન્ય રીતે ઈદની ઉજવણી કરે છે. પશુ કલ્યાણ વિભાગે ઈદને અનુલક્ષીને પ્રાણીઓના પરિવહન અને વધ અંગેના નિયમોનું પાલન કરવાનો અનુરોધ ર્ક્યો છે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust