અક્ષય કુમારની `િમશન સિન્ડ્રેલા''માં બ્રિટિશ વિલન

અક્ષય કુમારની `િમશન સિન્ડ્રેલા''માં બ્રિટિશ વિલન
અક્ષય કુમાર અભિનિત ફિલ્મ મિશન સિન્ડ્રેલા થિયેટરમાં રજૂ થશે કે સીધી ઓટીટી પર જશે તે વિશે નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ તેના કલાકારોની યાદીમાં રસપ્રદ વધારો થયો છે. આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા માટે બ્રિટિશ કલાકાર જોશુઆ લેક્લેરને લેવામાં આવ્યો છે. આ આગવું પરફૉર્મન્સ ધરાવતું પાત્ર છે અને તેની તૈયારીમાં જોશુઆને કલાકો લાગતા હતા. આ ભૂમિકા ભજવવા તેણે પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કરવો પડતો હતો. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને છેલ્લે એક દિવસના શૂટિંગ માટે બધા એકત્ર થશે. આમાં જોશુઆ હશે કે કેમ તે વિશે ફોડ પાડવામાં આવ્યો નથી. આ ફિલ્મનું શૂટિંગ 2021માં યુકેમાં થયું હતું અને તેના ક્લાઈમેક્સનું શૂટિંગ આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં દેહરાદૂન અને મસુરીમાં થયું હતું. તામિલ સાયકૉલૉજિકલ ફિલ્મ રતસાસન પરથી બનેલી મિશન સિન્ડ્રેલાના દિગ્દર્શક રણજીત એમ. તિવારી છે અને અક્ષય કુમાર સાથે રકુલ પ્રીત સિંહ, ચંદ્રચુડ સિંહ, સરગુન મહેતા અને સુહાની શેઠી છે. ફિલ્મમાં સબઈન્સ્પેકટરની વાર્તા છે જે રહસ્યમય સિરિયલ કિલરની શોધ કરે છે જે શાળામાં ભણતી સગીરાઓની ક્રૂરતાથી હત્યા કરે છે. 
કારકિર્દીમાં આ બીજી વાર અક્ષયે વિદેશી કલાકાર સાથે કામ કર્યું છે. અગાઉ ખિલાડીઓ કા ખિલાડીમાં અક્ષયે અમેરિકન પહેલવાન બ્રાયન એડમ્સ સાથે કામ કર્યું હતું. 

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust