તમામ અવરોધો પાર કરીને સફળતા મેળવનારી મહિલાઓએ ત્રીશક્તિને પુરવાર કરી છે. આવી મહિલાઓ નિર્ભીકપણે કામ કરીને ઈતિહાસનું સર્જન કરે છે. આ મહિલાઓ આવનારી પેઢી માટે પ્રેરણાનું બળ બની રહે છે. આથી જ ડિસ્કવરી ચૅનલે આવી મહિલાઓની ગાથા વીમને લાઈક હર સીરિઝમાં વણી લીધી છે જેનું પ્રિમિયર 27મી જૂને સાંજના 5.21 વાગ્યે ડિસ્કવરી ચૅનલ પર થશે.જાણીતી સંચાલિકા, વીજે, માતા અને અભિનેત્રી શ્રુતિ શેઠ આ કાર્યક્રમની સંચાલિકા છે. આમાં ચૅટ શૉમાં ચાર સફળ મહિલાઓ જીવનના ચડાવ-ઉતાર અને કારકિદ્રી આડેના અવરોધ તથા માર્ગની વાતો કરતી જોવા મળશે. આ શૉમાં ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખા અને ડોલી કિટી ઓર વોની દિગ્દર્શિકા અલંકૃતા શ્રીવાસ્તવ, મૉમ્સ કંપનીની સ્થાપક મલિકા સદાની, પિસ્તોલ શૂટર હીના સિંધુ અને ફૅશન ડિઝાઈનર શ્રુતિ સંચેતી હશે.
શ્રુતિ શેઠે જમાવ્યું હતું કે, મહિલાઓની સફળતાની ઉજવણી કરતાં શૉ સાથે સંકળાવવાનું મારું સપનું સાકાર થયું છે. આ ચાર પ્રેરક મહિલા મહેમાનો સાથે વાત કરીને મને જાણવા મળ્યું કે કઈ રીતે તેમણે પોતાના સંજોગોને શ્કિતમાં પરિવર્તિત કરીને સફળતા મેળવી છે. તેમનો દૃષ્ટિકોણ અને જુસ્સો મને પણ કામ લાગશે.
Published on: Sat, 25 Jun 2022
મહિલાઓની સફળતાની ગાથા રજૂ કરતી સિરીઝ `વીમેન લાઈક હર''
