`હેરાફેરી-3''માં મૂળ કલાકારો હશે જ : ફિરોઝ નડિયાદવાલા

`હેરાફેરી-3''માં મૂળ કલાકારો હશે જ : ફિરોઝ નડિયાદવાલા
અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી અભિનિત ફિલ્મ હેરાફેરી આજે પણ સિનેરસિકોના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. આ ફિલ્મની કિસવલ આવી ગઈ છે હવે ત્રીજા ભાગની રાહ જોવાઈ રહી છે. પરેશ રાવલે આ ફિલ્મમાં ભજવેલા બાબુરાવ ગણપતરાવ આપ્ટેના પાત્રમાં નવીનતા રહી ન હોવાનું જણાવી હેરાફેરી -3 બનવાની શકયતા ન હોવાનું કહ્યું હતું. પરંતુ તાજેતરાં નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું હતું કે, હેરાફેરી-3 બનશે અને તેમાં મૂળ કલાકારો હશે. આ પાત્રોની નિર્દોષતા જળવાઈ રહે એ પ્રમાણે જ પટકથા લખવામાં આવશે. ભૂતકાળમાં મળેલી સફળતાને એળે જવા દેવાશે નહીં. આથી આ વખતે વાર્તા, પટકથા, પાત્રો અને ફિલ્માંકનમાં વધુ ચીવટ રાખવામાં આવશે. હેરાફેરી શ્રેણીની નવી ફિલ્મ માટેના દિગ્દર્શકની પસંદગી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. વાસ્તવમાં તો 2014માં જ હેરાફેરી-3નું કમ શરૂ થઈ ગયું હતું, પરંતુ નીરજ વોરા બીમાર પડતાં બધુ અટકી ગયું હતું. હવે લાંબો સમય નીકળી ગયો છે એટલે નવી વાર્તા અને પાત્રોમાં એ પ્રમાણે ઘણા ફેરફાર કરવામાં આવશે. 
નોંધનીય છે કે, મૂળ હેરાફેરી 2006માં બનાવવામાં આવેલી હતી. આ ફિલ્મ બૉક્સ અૉફિસ પર સુપરહિટ રહી હતી. 

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust