ડાન્સ ઇન્ડિયા ડાન્સ (ડીઆઈડી)ની પાંચમી સિઝનના ફિનાલે સપ્તાહની શરૂઆત થઈ ગઈ છે. ટોચના પાંચ બાળ ડાન્સરોના પરફોર્મન્સથી જજ પ્રભાવિત થયા છે. રિષિતાનું છમ્મા છમ્મા બાજે રે.. ગીત પરના ડાન્સે જજ મૌનીને તેના બાળપણની યાદ અપાવી દીધી હતી. મૌનીએ જણાવ્યું હતું કે, રિષિતાને હું ખરેખર છોટી મૌની માનું છું. પહેલે દિવથી જ હું તેની સાથે જોડાણ અનુભવું છું. તે મારી બાળ આવૃત્તિ છે. અમે બંને વાતચીતમાં સરળતા અનુભવીએ છીએ. ઓડિશન રાઉન્ડથી લઈને ફિનાલે સુધી પહોંચવા સુધીના તેના પ્રવાસ પર મને ગર્વ છે. તેનું પરફૉર્મન્સ જોઈને હું અત્યંત ખુશ છું.
મૌનીએ પણ તેની કારકિર્દીની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી અને આજે લોકપ્રિય અભિનેત્રી બની ગઈ છે.
Published on: Sat, 25 Jun 2022
મૌની રોયની મિત્ર `છોટી મૌની'' ડીઆઈડી લિટલ માસ્ટર્સના સેટ પર
