પહેલી ઈનિંગમાં મધ્યપ્રદેશે મેળવી બઢત : શુભમ શર્મા અને યશ દુબેની સદી
બેંગ્લુરૂ, તા. 24 : રણજી ટ્રોફીના ફાઈનલ મેચમાં મુંબઈ અને મધ્યપ્રદેશની ટીમ આમનેસામને છે. બેંગ્લુરૂમાં રમાઈ રહેલા મુકાબલામાં ત્રીજા દિવસે એમપીના બેટ્સમેન શુભમ શર્મા અને યશ દુબેએ લડત આપી હતી અને બન્ને ખેલાડીએ મુંબઈના બોલરોનો સામનો કરતા શાનદાર સદી ફટકારી હતી. શુભમ શર્મા અને યશ દુબે વચ્ચે બીજી વિકેટ માટે 222 રનની ભાગીદારી થઈ હતી. આ શાનદાર ભાગીદારીના પરિણામે એમપી પહેલી ઈનિંગમાં બઢત બનાવી ચુકી છે. જે મુકાબલાના ધોરણે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. શુભમ શર્મા 116 રન બનાવીને મોહિત અવસ્થીનો શિકાર બન્યો હતો.
ટોસ જીતીને પહેલા બેટિંગમાં ઉતરેલી મુંબઈની ટીમ 374 રનમાં ઢેર થઈ હતી. જેમાં સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરતા 134 રન કર્યા હતા. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે 78 અને પૃથ્વી શોએ 47 રનનું યોગદાન આપ્યું હતું. શો અને જયસ્વાલે પહેલી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત અપાવી હતી.એમપી તરફથી ગૌરવ યાદવે ચાર અને અને અનુભવ અગ્રવાલે ત્રણ વિકેટ લીધી હતી.
મધ્યપ્રદેશની ટીમ 1998-99 બાદ પહેલી વખત ફાઈનલ મેચ રમી રહી છે. તે સીઝનમાં ચંદ્રકાંત પંડિતની આગેવાનીમાં મધ્યપ્રદેશની ટીમ ઉપવિજેતા બની હતી. જે હવે હેડ કોચ પણ છે. જ્યારે 41 વખતની ચેમ્પિયનટીમ મુંબઈ 47મી વખત ફાઈનલ મુકાબલો રમી રહી છે. સેમીફાઈનલ મુકાબલામાં મધ્યપ્રદેશેન બંગાળને 174 રને હરાવી હતી. જ્યારે મુંબઈએ પહેલી ઈનિંગમાં મળેલી બઢતના હિસાબે ઉત્તર પ્રદેશની ટીમને હરાવી હતી.
Published on: Sat, 25 Jun 2022
રણજી ફાઈનલમાં મુંબઈની મુસીબત વધી
