વિશ્વાસના મત સમયે બળવાખોરો `આઘાડી''ને જ મત આપશે : રાઉત

મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : એકનાથ શિંદેના બળવાને લીધે મહારાષ્ટ્ર વિધાનસભામાં પક્ષના સભ્યોની સંખ્યા ઘટી છે, પરંતુ મહાવિકાસ આઘાડી સરકાર વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવી શકશે. તેનું કારણ વિધાનસભામાં સમર્થકોની સંખ્યા ગમે ત્યારે બદલાઈ શકે છે, એમ શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે.
સંજય રાઉતે જણાવ્યું હતું કે ગુવાહાટીમાં તંબુ તાણીને બેસેલા અમારા વિધાનસભ્યો જ્યારે મુંબઈ પાછા ફરશે ત્યારે તેઓને સારી વફાદારી દેખાડવી પડશે. 
તેઓ મુંબઈ આવે ત્યારે તેમની બાળ ઠાકરે અને શિવસેના પ્રત્યેની સાચી વફાદારી દેખાડવી પડશે. શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની બનેલી મહાવિકાસ આઘાડી સરકાર સંગઠિત છે. વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવામાં આવશે ત્યારે બળવાખોર વિધાનસભ્યો `આઘાડી' સરકારને ટેકો આપશે.
એકનાથ શિંદે ઉપર ભાજપનું વર્ચસ
સંજય રાઉતે આજે જણાવ્યું હતું કે એકનાથ શિંદે ઉપર ભાજપનો કબજો થઈ ગયો છે. ભાજપ નક્કી કરશે કે તેઓએ શું કરવું છે? હવે આ પ્રકરણ બળવાખોર નેતા એકનાથ શિંદેના હાથમાં રહ્યું નથી.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust