વિદ્રોહીઓને 24 કલાકનું આખરીનામું આપતા ઉદ્ધવ ઠાકરે

તમારો પુત્ર સાંસદ, મારા પુત્રએ આગળ ન વધવું?
મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટીનો મુકાબલો કરવાનો નિર્ધાર વ્યક્ત કરીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું છે કે બળવાખોર નેતા એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે લોકસભાના સાંસદ છે. તો શું મારા પુત્ર આદિત્ય ઠાકરેએ રાજકીય રીતે આગળ ન વધવુ? 
સામાન્યપણે મુખ્ય પ્રધાન પોતાની પાસે રાખતા હોય છે તે નગરવિકાસ ખાતુ આપવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરોને 24 કલાકમાં મુખ્ય પાછા ફરવાનું આખરી નામુ આપ્યું છે.
શિવસેનાના નેતા અને કાર્યકરોને સંબોધતા ઉદ્ધવ ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, મે મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છોડયું છે. પરંતુ પડકાર સામે લડવાનો નિર્ધાર છોડયો નથી. વિધાનસભ્યો દ્વારા ભંગાણને હું મહત્ત્વ આપતા નથી. 
રોગના કારણે પક્ષના પાદડાં અને ફૂલો ખરી પડે એવું થયુ છે, પરંતુ આપણા મૂળિયા એટલે કાર્યકરો અને સમર્થકો હજી મજબૂત છે તેથી મને ચિંતા નથી. પ્રત્યેક મોસમમાં નવા પાદડાં અને ફૂલો ખીલશે.
હું સાજો ન થાય એટલા માટે કેટલાક પ્રાર્થના કરતા હતા
ખભાથી પગ સુધી હું હિલચાલ કરી શકતો નહોતો, તે સમયે કેટલાંક લોકો ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હું સાજો ન થાઉં. પરંતુ મને તે પ્રકારના લોકોની પરવા નથી. દેવી જગદમ્બાએ મને શક્તિ અને જવાબદારી સોંપી છે. અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ મારી સાથે કેવો વ્યવહાર કર્યો તે આપણે યાદ રાખવું જોઇએ. મેં સપનામાં પણ વિચાર્યું નહોતુ કે મને મુખ્ય પ્રધાનપદ મળશે, એમ ઉદ્ધવ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust