મુંબઈમાં કોરોનાના નવા 1898 કેસ નોંધાયા

મુંબઈ, તા. 24 : મુંબઈમાં શુક્રવારે કોરોનાના નવા 1,898 કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસમાં બે જણનું મૃત્યુ નોંધાયું હતું.
ગુરુવારની સરખામણીમાં શહેરમાં 581 કેસ ઓછા નોંધાયા હતા. નવા નોંધાયેલા કેસ સાથે કુલ કેસની સંખ્યા 11,03,760 પર પહોંચી હતી, જ્યારે મરણાંક 19,591 રહ્યો હતો. ગુરુવારે મુંબઈમાં નવા 2,479 કેસ અને એકનું મોત નોંધાયું હતું.
મુંબઈમાં હાલમાં કુલ 13,257 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 25,000ને પાર
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા 4,205 કેસ નોંધાયા હતા જ્યારે ત્રણ જણાના મોત થયા હતા. રાજ્યમાં કુલ કેસનો આંકડો 79,54,445 પર પહોંચ્યો હતો અને મરણાંક 1,47,896 રહ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 25,317 થઈ હતી.
રાજ્યમાં ગુરુવારે એક્ટિવ કેસની સંખ્યા 24,867 હતી જે શુક્રવારે 25,000ને પાર થઈ હતી. થાણે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5789 છે જ્યારે પુણે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2741 પર પહોંચી છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust