મધ્ય રેલવેમાં શનિવારે નાઇટ બ્લૉક; હાર્બરમાં રવિવારે બ્લૉક

મુંબઈ, તા. 24 : મધ્ય રેલવેમાં જુદા જુદા ટેકનિકલ, એન્જિનિયરીંગ, સમારકામ તેમ જ જાળવણીના કામો માટે શનિવાર/ રવિવારે નાઇટ બ્લોક રખાયો છે. 25મી જૂને રાતે 11.30 વાગ્યાથી 26મી જૂન સવારે 4.30 વાગ્યા સુધી ભાયખલા માટુંગા અપ અને ડાઉન ફાસ્ટ લાઇન ઉપર બ્લોક રહેશે. બ્લોક દરમિયાન મેલ / એકસપ્રેસ ટ્રેનોને માટુંગા અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર દોડાવાશે અને દાદરમાં ડબલ હોલ્ટ અપાશે. બ્લોક દરમિયાન અપ અને ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનોને માટુંગા અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર દોડાવાશે. 
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - ચુનાભટ્ટી/ બાંદરા અપ અને ડાઉન હાર્બર લાઇન ઉપર રવિવારે 26મી જૂને સવારે 11.40 વાગ્યાથી સાંજે 4.40 વાગ્યા સુધી પાંચ કલાકનો મેગા બ્લોક રાખ્યો છે. બ્લોક દરમિયાન સવારે 9.53 વાગ્યાથી સાંજે 4.47 વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇનની તમામ સેવાઓ રદ રહેશે. બ્લોક દરમિયાન પનવેલ અને કુર્લા વચ્ચે વિશેષ સેવાઓ ચલાવાશે. હાર્બર લાઇનના પ્રવાસીઓ બ્લોક દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મધ્ય રેલવેની મેન લાઇન અને પશ્ચિમ રેલવેમાં પ્રવાસ કરી શકશે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust