યુપીમાં બુલડોઝર મામલે હવે 29મીએ સુનાવણી

નવી દિલ્હી, તા. 24 : ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી સામે જમીયત ઉલેમા એ હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર હવે સુપ્રીમ કોર્ટમાં 29 જૂનના રોજ આગામી સુનાવણી કરવામાં આવશે. જમીયતે યુપી સરકારના સોગંદનામા ઉપર જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. તેવામાં કોર્ટે જમીયતની માગને માન્ય રાખી છે. પુરા મામલામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સીટી રવિ કુમાર અને સુધાંશુ ધુલિયાની ખંડપીઠ સુનવાણી કરી રહી છે. સુપ્રીમે જમીયતની અરજી ઉપર ઉત્તર પ્રદેશ સરકારને નોટીસ જારી કરીને જવાબ માગ્યો હતો. યુપી સરકારે કાર્યવાહીને કાયદાકીય રીતે યોગ્ય ગણાવી છે. 

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust