નવી દિલ્હી, તા. 24 : મેક્સિકોના જલિસ્કો રાજ્યમાં પોલીસ અને હુમલાખોર અપરાધીઓ વચ્ચે ભીષણ ગોળીબારમાં કુલ 13 મોત થઈ ગયા હતા. એલ સાલ્ટો શહેરાં લોહિયાળ ઘર્ષણ દરમ્યાન નવ હુમલાખોર ઠાર મરાયા હતા. તો ચાર પોલીસ જવાને જીવ ખોયો હતો. ગવર્નર એનરિક અલ્ફારોએ કહ્યું હતું કે, એક સેફ હાઉસમાં બે લોકોને બંધક બનાવી રખાયા હોવાની બાતમી બાદ ધસી ગયેલી પોલીસે કાર્યવાહી કરી હતી.
આ હિંસાથી રાષ્ટ્રપતિ એડ્રેસ મૈનુઆલ લોપેજ ઓબ્રેડોરની સરકાર પરેશાન થઈ ગઈ છે. તાજેતરમાં જ સુરક્ષાદળો પર થયેલા ગોળીબાર પછી ચિંતા વધી ગઈ છે.
Published on: Sat, 25 Jun 2022