જી7 સમિટ : આજે મોદી જર્મની રવાના થશે

નવી દિલ્હી, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી7 શિખર સંમેલન માટે જર્મનીના પ્રવાસે જવાના છે. આ મામલે વિદેશ મંત્રાલયના સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું હતું કે જર્મની ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના નિમંત્રણ ઉપર પીએમ મોદી 25મી જુને મોડી રાત્રે જર્મની માટે રવાના થશે. જ્યાં જી7 સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં ભાગ લેનારા દેશોના નેતા સાથે પીએમ મોદી દ્વીપક્ષિય ચર્ચા પણ કરશે. આ ઉપરાંત એક સામૂદાયિક કાર્યક્રમમાં ભારતીય સમૂદાયના લોકો સાથે સંવાદ પણ કરશે. 

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust