જનરલ મોટર્સનું ઇલેક્ટ્રિક વાહનો માટે 35 બિલિયન ડૉલરનું રોકાણ

જનરલ મોટર્સનું ઇલેક્ટ્રિક વાહનો માટે 35 બિલિયન ડૉલરનું રોકાણ
નવી દિલ્હી, તા. 24 : જનરલ મોટર્સ ગ્લોબલ ઉદ્યોગ જગતમાં તમામ ઇલેક્ટ્રિકનું ભવિષ્ય ઉજ્જવળ છે. અમેરિકામાં ઇલેકટ્રિક વાહનોના ભવિષ્યને જોતાં 35 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. 35 બિલિયન ડીલર્સના રોકાણ સાથે વર્ષ 2025 સુધીમાં અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોની બાબતે જનરલ મોટર્સ જાણીતું નામ બની ગયું હશે. ઝીરો એમિશનના અમારા ટાર્ગેટ સાથે ઇલેક્ટ્રિક વાહનો ઉપર અમારી કામગીરી ચાલી રહી છે. અમે આ પ્રકલ્પમાં ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યા છીએ. અમેરિકામાં 73 હજાર જણે જનરલ મોટર્સની હમર ઇવીનું બુકિંગ કરાવી નાખ્યુ છે. અમેરિકા કંપનીને ઊંચાઇ ઉપર લાવવા માટે મહત્વની તક છે. હમર ઉપરાંત કાર્વિયોટ બોલ્ટ ઇવી અને ઇયુવીનું પણ રેકર્ડબ્રેક વેચાણ થયું છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust