ઇસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાને વર્ષ 2008માં મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સાજીદ મીરની ધરપકડ કરી છે. એફબીઆઇના અહેવાલો અનુસાર મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ સાજીદ મીર ઉપર હુમલાને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા હોવાનો આરોપ છે. સાજીદ મીર પાકિસ્તાનમાં હોવાનો દાવો હંમેશાં પાકિસ્તાને ખુદે ઇનકાર કર્યો હતો. પાકિસ્તાની સરકારે તો દાવો કર્યો હતો કે સાજીદ મીરનું મૃત્યુ થઇ ગયું છે. સાજીદ મીરની ધરપકડથી પાકિસ્તાન આતંકવાદના પોતાના દાગને હવે સાફ કરવા માંગે છે.
અહેવાલો અનુસાર એફબીઆઇના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મીર પાકિસ્તાનમાં છે અને તેમની કસ્ટડીમાં છે. તેને સજા પણ સંભળાવવામાં આવી છે. આ મામલે જાણકારી રાખનારા અન્ય ભૂતપૂર્વ પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત અને અમેરિકા બંને દેશોને જણાવ્યું હતું કે, મુંબઈ હુમલામાં વોન્ટેડ સાજીદ મીરનું મૃત્યુ થયું છે અથવા તેની ભાળ મળતી નથી.
Published on: Sat, 25 Jun 2022
મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજીદ મીરની પાકિસ્તાને કરી ધરપકડ
