આઈએમસી દ્વારા ડિજિટલ ટેક્નૉલૉજી એવૉર્ડસનું આયોજન

આઈએમસી દ્વારા ડિજિટલ ટેક્નૉલૉજી એવૉર્ડસનું આયોજન
મુંબઈ, તા. 24 : આઈએમસી ચેમ્બર અૉફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આઈએમસી ડિજિટલ ટેક્નૉલૉજી એવૉર્ડસ 2021નું આયોજન આઈએમસી ખાતે 22 જૂને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમએસએમઈએલમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પેનલ ચર્ચા કરવામાં આવી હતી.
ચેમ્બરે સ્માર્ટ ટેક કંપનીઓ, ઍન્ડ યુઝર્સ કંપનીઓ અને સરકારી વિભાગો જેમણે તેમના સંચાલનો અને પ્રક્રિયાઓમાં મહત્ત્વનું ડિજિટલ પરિવર્તન કર્યું છે. તેમને માટે આઈએમસી ડિજિટલ ટેક્નૉલૉજી એવૉર્ડસની સ્થાપના કરવામાં આવી છે.
આઈએમસી ડિજિટલ ટેક્નૉલૉજી એવૉર્ડસમાં જે સૌથી મહત્ત્વનો એવૉર્ડ આપવામાં આવે છે તે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ હોય છે. અગાઉ આ એવૉર્ડસ આઈટી ઉદ્યોગના પીઢ ધુરંધરોને આ ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યા છે.
આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે બેસ્ટ સેલર `ધી મેવરિક ઈફેકટ'ના લેખક અને ઓનવર્ડ ટેક્નૉલૉજીસ લિમિટેડના સ્થાપક હરીશ મહેતા રહ્યા હતા.
આ વર્ષે કુલ 17 એવૉર્ડસ અને નવ સર્ટિફિકેટ અૉફ મેરિટ આપવામાં આવશે. આઈએમસીની સ્થાપના 1907માં કરવામાં આવી હતી. હાલ તેના 5000 સભ્યો છે અને તે 150 વ્યાપારી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે.

Published on: Sat, 25 Jun 2022

© 2022 Saurashtra Trust