માયર્સની સદી : બાંગ્લાદેશ સામે વેસ્ટ ઈન્ડિઝ મજબૂત : 340/5

માયર્સની સદી : બાંગ્લાદેશ સામે વેસ્ટ ઈન્ડિઝ મજબૂત : 340/5
બીજી ટેસ્ટ, બીજો દિવસ : 106 રનની સરસાઈ
સેંટ લુઈસ, તા.26 : વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલા બીજા ટેસ્ટના બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટે 340 રન બનાવી 106 રનની લીડ મેળવી છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી દાવ આપ્યા બાદ બાંગ્લાદેશે પહેલી ઈનિંગમાં 234 રન બનાવ્યા હતા. બીજા દિવસના અંતે કેયલ માયર્સ 126 રને અને જોસહુઆ દા સિલ્વા 26 રને અણનમ રહ્યા હતા. પહેલી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત શાનદાર રહી અને ઓપનર ક્રેગ બ્રાથવાઈટે 51 અને જોહન કેમ્પબેલે 45 રન ફટકાર્યા હતા. રેયમોન રેઈફરે રર અને જર્માઈન બ્લેકવુડે 40 રનનું યોગદાન આપ્યું હતું. બોનર શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો.  બાંગ્લાદેશ વતી ખાલીદ અહેમદ તથા મેહીદી હસને બે-બે અને શોરિફૂલ ઈસલામે એક વિકેટ ઝડપી હતી.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust