વોર્મઅપમાં કોહલીના 100, અઢી વર્ષે અસ્સલ મિજાજમાં

વોર્મઅપમાં કોહલીના 100, અઢી વર્ષે અસ્સલ મિજાજમાં
લેસેસ્ટરશાયર વિરુદ્ધ 33+67 રનની ઇનિંગ રમી
લેસેસ્ટર,તા.26 : છેલ્લાં અઢી વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી માટે તરસી રહેલા વિરાટ કોહલીએ અંતે લેસેસ્ટરશાયર વિરુદ્ધ વોર્મઅપ મુકાબલામાં સદી ફટકારી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચ પહેલા કોહલીએ ફોર્મમાં આવવાનો સંકેત આપતાં બે ઇનિંગમાં કુલ 100 રન બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની લાંબા સમયથી પોતાના ખરાબ ફોર્મને કારણે ચર્ચામાં હતો. હાલ તે ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને વોર્મઅપ મેચમાં સદી ફટકારી પ્રશંસકોને ખુશ કરતાં બન્ને ઇનિંગ મળી 100 રન ફટકાર્યા હતા. પહેલી ઇનિંગમાં તેણે 33 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં ફિફટી પૂર્ણ કરી હતી. દરમિયાન તેણે એક છગ્ગો પણ ફટકાર્યો હતો. બેટિંગમાં છેક સાતમા ક્રમે આવી તેણે કમાલ કરી 98 દડામાં 67 રન બનાવ્યા હતા.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust