નોટિસ સામે સ્ટેની શિંદે જૂથની સુપ્રીમ કોર્ટને વિનંતી

મુંબઈ, તા. 26 : શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે ડેપ્યુટી સ્પીકર દ્વારા 16 વિધાનસભ્યોને મોકલવામાં આવેલી અપાત્ર ઠેરવવાની નોટિસના અમલ સામે મનાઈહુકમ આપવામાં આવે. વધુમાં નોટિસ બંધારણની કલમ 14 અને 19 (1) (જી)ના ભંગ સમાન છે. ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેનાના લઘુમતી વિધાનસભ્યોના જૂથ દ્વારા અજય ચૌધરીની નેતાપદે વરણી કરવાનો નિર્ણય ગેરકાનૂની અને બિનબંધારણીય છે. આ ઉપરાંત વિધાનસભાના સ્પીકરપદેથી નાના પાટોલેએ ફેબ્રુઆરી, 2021માં રાજીનામું આપ્યું પછી સ્પીકરનો હોદ્દો ખાલી પડેલો છે તેથી વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટે કોઈ અૉથોરિટી જ નથી.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust