બળવાખોર વિધાનસભ્યોની પત્નીઓ રશ્મિ ઠાકરેને ફોન કરે છે : મેયર

મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : ગુવાહાટી ગયેલા બળવાખોર વિધાનસભ્યોને પાછા લાવવા માટે તેઓની પત્નીઓ મુખ્ય પ્રધાનનાં પત્ની રશ્મિ ઉદ્ધવ ઠાકરેને ફોન કરી રહી છે એમ શિવસેનાના નેતા અને મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે આજે જણાવ્યું છે. કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે રશ્મિ ઠાકરે પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે લાગણીભર્યા સંબંધો ધરાવે છે. બળવાખોર વિધાનસભ્યોની પત્નીઓએ તેમના પતિને પાછા લાવવા માટે રશ્મિભાભીને ફોન કરે છે એમ કિશોરી પેડણેકરે ઉમેર્યું હતું.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust