તિસ્તા કેસ અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટમાં

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 26 : કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. તિસ્તા સેતલવાડ અને શ્રીકુમાર બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. સરકાર તરફથી મિતેશ અમીન વકીલ તરીકે, તિસ્તાના વકીલ તરીકે સોમનાથ વત્સ, હાઇકોર્ટના સીનયર વકીલ અને શ્રીકુમારના વકીલ એસ.એમ.વોરા કોર્ટ રૂમમાં હાજર હતા.  ક્રાઈમ બ્રાન્ચે કહ્યુ કે, તિસ્તા સેતલવાડ અને શ્રીકુમાર તપાસમાં સપોર્ટ નથી કરતા. તિસ્તાનો પતિ જાવેદ આનંદ પણ કોર્ટમાં સુનવણી દરમ્યાન હાજર રહ્યા હતા. હું મારા વકીલ સાથે વાત કરીશ, મળીશ પછી જ કોર્ટ સમક્ષ હાજર થઈશ, તે પહેલાં નહિ થાઉં તેવી તિસ્તાએ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સામે કરી દલીલ કરી હતી.  
મેટ્રો પોલિટન કોર્ટમાં તિસ્તાને રજૂ કરાઈ અને તિસ્તાની રિમાન્ડ અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. તિસ્તાએ કોર્ટમાં રજૂઆત કરી કે ગુજરાત એટીએસએ મારો મોબાઈલ ફોન લેવા જેટલો સમય પણ આપ્યો નથી. એટીએસ મારા ઘરમાં કોઇપણ વોરંટ વગર ઘૂસી ગઈ અને અમારા ફોન જપ્ત કરી લીધા તેમજ મારા વકીલ સાથે વાત પણ કરવા દીધા નથી, મને ધક્કો માર્યો અને માર માર્યો તેઓએ લગાવેલા આ ઘાને જુઓ. મને સવારે 6 વાગે અમદાવાદ ક્રાઈમ ઓફિસ લાવ્યા અને તિસ્તાએ જજ સામે ડીસીપી ચુડાસમાનું નામ પણ લીધું. તિસ્તાએ એવો પણ આરોપ લગાવ્યો કે મારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું.મને ડરાવવા માટે, માનવાધિકાર વકીલોને ડરાવવા બરાબર છે? તેઓ ત્રણ વાગ્યે મારા ઘરે આવ્યા હતા અને મારા વકીલે મને એફઆઈઆર બતાવી ત્યારે મને સમગ્ર ઘટના વિશે જાણ થઈ હતી. શું એફઆઈઆરના આધારે ધરપકડ કાયદેસર છે?  મને નોટિસ કેમ આપવામાં આવી ન હતી?    
સરકારી વકીલ મિતેશ અમીને દલીલો કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો અને અમે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો ત્યારેબાદ ફરિયાદની કાર્યવાહી કરી છે. અમે ફરિયાદમાં જરા પણ વિલંબ કર્યો નથી.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust