મુંબઈમાં કોરોનાના 1700 નવા કેસ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : રવિવારે મુંબઈમાંથી કોરોનાના 1700 નવા કેસ મળ્યા હતા. એ સાથે મુંબઈમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 11,07,371 કેસ મળ્યા છે. 
મુંબઈમાં અત્યારે કુલ 12,727 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. રવિવારે જે નવા દરદી મળ્યાં હતાં, એમાંથી 85 દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. 
શનિવારે મુંબઈમાંથી 840, શુક્રવારે 1898 અને ગુરુવારે 2479 નવા દરદી મળેલાં. છેલ્લાં 24 કલાકમાં પાંચ કોરોનાગ્રસ્તના મૃત્યુ થયા હતા. આમ શહેરનો મૃત્યાંક વધીને 19,599નો થઈ ગયો હતો. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 2082 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી 10,75,045 દરદી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે, જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.150 ટકા છે. મુંબઈનો ડબાલિંગ રેટ 444 દિવસનો છે. 
છેલ્લા 24 કલાકમાં 13,435 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 1,74,79,731 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે એના કુલ 24,769 ખાટલામાંથી અત્યારે 671 ખાટલા જ કોરોનાગ્રસ્ત દરદીથી ભરેલા છે. અત્યારે કુલ 64 દરદી ઓક્સિજન પર છે. રવિવારે મળેલા દરદીમાંથી 671 (95 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
મહારાષ્ટ્રમાં 6493 નવા કેસ
મહારાષ્ટ્રમાં રવિવારે 6213 દર્દીઓ સાજા થયા હતા આ સાથે સાજા થનારાઓની સંખ્યા 77,90,153 પર પહોંચી હતી. સાજા થવાનો દર 97.83 ટકા રહ્યો હતો.
આઈસીએમઆર પોર્ટલમાં ટેક્નિકલ ખામી સર્જાતા કોરોનાના નવા કેસનો ચોક્કસ આંકડો જાણી શકાયો નહોતો. તેમ છતાં 6493 કેસ નોંધાયા હતા જે અસલ કેસ કરતા વધુ હતા.
આ સિવાય રાજ્યમાં એક દિવસમાં કોરોનાને કારણે પાંચ જણનાં મૃત્યુ થયા હતા. મૃત્યુ દર 1.85 ટકા રહ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી આઈસીએમઆર પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે કોરોનાના નવા કેસનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust