સેનાને સાવધ રહેવા સૂચના : વાયુદળના પ્રમુખને બેતરફી મોરચો ખૂલવાની શંકા

નવી દિલ્હી, તા. 26 : એક તરફથી પાકિસ્તાન અને બીજી તરફથી ચીન, ભારતની ભૌગોલીક સ્થિતિ કંઇક એવી છે કે, બંને દુશ્મન દેશ ભારત માટે જોખમ બની રહ્યા છે. એ વાતની ખુદ એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ પણ કરી હતી. તેમણે ચીન અને પાકિસ્તાન દ્વારા એક સાથે હુમલાની આશંકા જોતાં કહ્યું કે, ભારતે પશ્ચિમી અને ઉત્તરી સીમા પર ફેલાયેલી અશાંતી અને અસ્થિરતાને `ટૂ ફ્રન્ટ કન્ટીજન્સી' એટલે કે, બે તરફી હુમલાની સ્થિતિની રીતે જોવું જોઇએ અને એ મુજબ પોતાની તૈયારી પૂરી રાખવી જોઇએ.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust