બળવાખોર વિધાનસભ્યો અને તેમના પરિવારને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડો : કોશિયારી

બળવાખોર વિધાનસભ્યો અને તેમના પરિવારને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડો : કોશિયારી
મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના ડિરેક્ટર જનરલ અૉફ પોલીસ (ડીજીપી)ને પત્ર લખીને એકનાથ શિંદેની સાથેના બળવાખોર વિધાનસભ્યો અને તેમના પરિવારને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાનું કહ્યું છે.
`મને 25મી જૂને શિવસેનાના 38 વિધાનસભ્ય, પ્રહાર જન શક્તિના બે વિધાનસભ્ય અને અપક્ષના સાત વિધાનસભ્યોએ જાણ કરી હતી કે તેમની અને તેમના પરિવારની ગેરકાયદે રીતે સુરક્ષા પાછી ખેંચી લીધી છે,' એમ રાજ્યપાલે ડીજીપીને પત્રમાં જણાવ્યું હતું.
પહેલાથી અમુક વિધાનસભ્યોના કાર્યાલય અને ઘરની તોડફોડ કરવામાં આવી છે અને પોલીસ ચૂપ રહી હતી. તેથી વિધાનસભ્યો, તેમના પરિવાર અને તેમનાં ઘરોને તાત્કાલિક ધોરણે સુરક્ષા પૂરી પાડવાનો હું નિર્દેશ કરું છું, એમ રાજ્યપાલે પત્રમાં વધુમાં જણાવ્યું હતું.

Published on: Mon, 27 Jun 2022

© 2022 Saurashtra Trust