ભારત જોડો અભિયાન : રાહુલ ગાંધીની મહારાષ્ટ્રમાં 16 દિવસ પદયાત્રા

મુંબઈ, તા. 5 : કૉંગ્રેસે મહાત્મા ગાંધીની જન્મજયંતીથી કન્યાકુમારીથી કાશ્મીર દેશવ્યાપી ભારત જોડો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ દરમિયાન મહારાષ્ટ્રના જુદા જુદા ભાગમાં 16 દિવસ પદયાત્રા કાઢીને અને જાહેર સભાના માધ્યમથી નાગરિકો સાથે સંવાદ સાધશે. આ અભિયાનના  રાષ્ટ્રીય સમન્વયક રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત છે, જ્યારે મહારાષ્ટ્રની જવાબદારી ભૂતપૂર્વ મહેસૂલપ્રધાન અને કૉંગ્રેસ વિધિમંડળ પક્ષના નેતા બાળાસાહેબ થોરાતને સોંપવામાં આવી છે. રાહુલ ગાંધીના મહારાષ્ટ્રમાં રોકાણ દરમિયાન તેઓ સાત લોકસભા મતદાર સંઘ અને 15 વિધાનસભા મતદાર સંઘમાં પદયાત્રા કાઢશે. ઉપરાંત 10 શહેરોમાં તેમની જાહેર સભા યોજાવાની છે. 
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust