ધમકીના આપવાને મામલે પોલીસે શિવસેના નેતા કેદાર દિઘેને સમન્સ બજાવ્યા

થાણે, તા.5 (પીટીઆઇ) : મુંબઈ પોલીસે શિવસેનાના થાણે જિલ્લા પ્રમુખ કેદાર દિઘેને બળાત્કાર પીડિતાને ધમકી આપવાને મામલે સમન્સ બજાવ્યા હોવાનું શુક્રવારે અધિકારીએ જણાવ્યું હતું. મહિલાએ ગત સપ્તાહે આરોપ મૂકયો હતો કે દિલ્હીના બિઝનેસમૅન રોહિત કપૂરે ફાઇવ સ્ટાર હૉટેલમાં તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. દિઘે તેનો મિત્ર હોવાથી મહિલાને સતત ધમકી આપીને આ વાત જાહેર કરવાની મનાઇ ફરમાવતો હતો. આ મામલે એન એમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં કપૂર વિરુદ્ધ બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ એફઆઇઆરમાં દિઘેના નામનો સમાવેશ હોવાથી તેને તપાસ અને પૂછપરછ કરવા સમન્સ બજાવાયા છે જ્યારે કપૂર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust