રચના મિત્રીના અવાજની તુલના રાની મુખરજી સાથે

રચના મિત્રીના અવાજની તુલના રાની મુખરજી સાથે
સ્ટાર ભારત પરથી પ્રસારિત થતી સીરિયલ ના ઉમ્ર કી સીમા હોમાં રચના મિત્રી અને ઈકબાલ ખાનની જોડી વિધિ અને દેવના પાત્રમાં જોવા મળે છે. આ જોડી દર્શકોને ખૂબ ગમી છે. રચનાની પ્રશંસા થઈ રહી છે અને તેના અવાજની તુલના અભિનેત્રી રાની મુખરજી સાથે થતી હોવાથી અભિનેત્રી ખુશ છે. રચનાએ જણાવ્યું હતું કે, મારી અત્યાર સુધીની સૌથી સારી આ પ્રશંસા છે. રાની મારા પપ્પાની ગમતી અભિનેત્રી હતી. જયારે પણ તેની ફિલ્મ જોતાં ત્યારે મારા પપ્પા તેની પ્રશંસા કરતા હતા. તેઓ કહેતા કે રાની બધાથી અલગ છે ખાસ કરીને તેનો અવાજ અનોખો છે. સગીરાવસ્થામાં મારો અવાજ બદલાયો ત્યારે બધા મને પણ એમ જ કહેવા લાગ્યા કે મારો અવાજ રાની જેવો થતો જાય છે. મને પણ રાની ગમે છે અને તેની ફિલ્મો મારી અને પપ્પા વચ્ચેના મુખ્ય આકર્ષણ છે. હવે તો ચાહકો પણ મારા અવાજની તુલના રાની સાથે કરે છે તે જાણીને ખરેખર ખૂબ સારું લાગે છે. 
ના ઉમ્ર કી સીમા હોમાં વિધિ અને દેવની ઉમર વચ્ચે ખાસ્સો તફાવત છે. છતાં બંને પ્રેમમાં પડે છે. આ બંનેની કેમિસ્ટ્રી આકર્ષક દેખાય છે. હવે તેમની વાર્તામાં શું વળાંક આવે છે તે જોવો રહ્યો. 
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust