એશિયા કપની ભારતીય ટીમમાં વિરાટ-રાહુલની વાપસી : બુમરાહ અનફિટ

એશિયા કપની ભારતીય ટીમમાં વિરાટ-રાહુલની વાપસી : બુમરાહ અનફિટ
મુંબઇ તા.8: એશિયા કપ-2022ની ભારતીય ટીમમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વાપસી થઇ છે. જયારે મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અનફિટ હોવાથી તેને ટીમની બહાર રખાયો છે. 15 ખેલાડીની એશિયા કપની ટીમનું સુકાન રોહિત શર્મા સંભાળશે. જયારે વાઇસ કેપ્ટનપદે કેએલ રાહુલની વરણી થઇ છે. ચહલની પણ વાપસી થઇ છે. શ્રેયસ અય્યરને જગ્યા મળી નથી, જયારે અશ્વિન ટીમમાં ટકી રહ્યો છે. 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યૂએઇમાં એશિયા કપ ટી-20 ફોર્મેટમાં છ ટીમ વચ્ચે રમાશે. જેમાં ભારત ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગલાદેશ, અફઘાનિસ્તાન અને એક કવોલીફાઇ ટીમ ભાગ લેશે.
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, યજુર્વેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, અર્શદિપ સિંઘ અને આવશે ખાન.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust