મહાનંદમાં આંતરિક ગડબડ : દૂધનો પુરવઠો ઘટયો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 8 : મહાનંદ દૂધના પુરવઠામાં પચીસ ટકાનો ઘટાડો થયો છે અને ડેરીની આંતરીક ગરબડનો ફટકો ઉત્પાદન પ્રક્રિયા પર પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ ઘટાડો વધી રહ્યો છે. પરિસ્થિતિ આ જ રહેશે તો મહાનંદ જેવા ગુણવત્તાસભર ઉત્પાદનને ફટકો પડી શકે છે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કર્મચારીઓનું અક્કડ વલણ, સરકારની શિથિલ થયેલી પકડ અને બજારમાં વધતી જતી સ્પર્ધાની સામટી અસર મહાનંદ પર પડી રહી છે. આ સંદર્ભે ઘટતું કરીને વચલો રસ્તો શોધવા માટે સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત નહીં હોવાથી પરિસ્થિતિ મુશ્કેલ બની છે.
ડેરીનો આર્થિક કારભાર સંભાળવાની દૃષ્ટિએ મહત્વના નાણાકીય વિભાગના જનરલ મેનેજરનું પદ બે મહિનાથી ખાલી છે. મેનેજિંગ ડિરેક્ટર પણ હાલમાં રજા પર હોવાથી ઘટી રહેલા ઉત્પાદનની સમસ્યાનો કોઈ ઉપાય નીકળ્યો નથી.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust