કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ નહીં

નવી દિલ્હી, તા. 8 : પગારપંચની મદદથી પગાર વધવાની રાહ જોતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મળતા સમાચાર રાજી થવા જેવા નથી. સરકારે સંસદમાં કહ્યું હતું કે, આઠમું પગારપંચ રચવાનો પ્રસ્તાવ તેની પાસે વિચારણા હેઠળ નથી.
શું સરકાર પહેલી જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય, તે માટે આઠમા પગારપંચની સમયસર રચના સુનિશ્ચિત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે તેવો સવાલ પૂછાયો હતો.
કેન્દ્ર સરકારમાં નાણાં રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1947નાં વર્ષથી અત્યાર સુધી સાત પગારપંચ રચાઇ ચૂક્યા છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust