રાજસ્થાન : ખાટુ શ્યામ મંદિરે ભાગદોડમાં ત્રણ મહિલાનાં મૃત્યુ

જયપુર, તા. 8 : રાજસ્થાનના સિકર જિલ્લામાં ખાટુ શ્યામજી મંદિરમાં અચાનક ભાગદોડ મચતાં ત્રણ મહિલા શ્રદ્ધાળુનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય બે ભાવિક ઘાયલ થયા હતા.
મંદિરમાં સોમવારની સવારે પાંચ વાગ્યાના અરસામાં એક માસિક મેળા દરમ્યાન ભાગદોડ મચી હતી, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મંદિરની બહાર ફાટક ખૂલવાની રાહ જોવા માટે મોટી ભીડ ઊમટી હતી. ગેટ ખૂલતાંની સાથે જ મચેલી ભાગદોડ ત્રણ મહિલા માટે જીવલેણ બની હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ દુર્ઘટનામાં જાનહાનિ બદલ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી, ભાવિક સમુદાય સંયમ વર્તે, તેવી અપીલ તેમણે કરી હતી.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust