નાયડુના નેતૃત્વમાં રાજ્યસભાએ નવી ઊંચાઈઓ હાંસલ કરી : વડા પ્રધાન

નાયડુના નેતૃત્વમાં રાજ્યસભાએ નવી ઊંચાઈઓ હાંસલ કરી : વડા પ્રધાન
ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુની ભાવભીની નિવૃત્તિ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુની નેતૃત્વ ક્ષમતા અને અનુશાસને રાજ્યસભાએ એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. રાજ્યસભામાં નાયડુનો કાર્યકાળ પૂરો થતા તેમને વિદાય આપતા વડા પ્રધાને કહ્યું, તેમના કાર્યકાળ દરમિયાન ઉપલા ગૃહની કાર્યક્ષમતામાં 70 ટકાનો વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે નાયડુના કાર્યકાળ દરમિયાન 177 ખરડાઓ પસાર થયા કે ગૃહમાં ચર્ચા થઈ હતી. રાજ્યસભામાં તેમના વિદાય ભાષણમાં વડા પ્રધાનના ઉષ્માભર્યા પ્રવચનનો જવાબ આપતા નાયડુએ કહ્યું, જે દિવસે વડા પ્રધાને મને  કહ્યું કે મારી પસંદગી ઉપરાષ્ટ્રપતિપદ માટે કરવામાં આવી છે. ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા, પક્ષે આદેશ આપ્યો અને મેં ભાજપના સભ્યપદેથી રાજીનામુ આપ્યું. મારી આંખમાં આંસુ એટલા માટે આવ્યા કે મારે પક્ષ છોડવો પડયો. મેં ગૃહ ચલાવવાનો પૂરો પ્રયાસ કર્યો. મેં તમામ પક્ષોને સાથે રાખવાની અને તમામને મોકો આપવાનો પ્રયાસ કર્યો જેથી દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર-પૂર્વ, દરેકને સમય આપવામાં આવ્યો.
એમ. વેન્કૈયા નાયડુનો કાર્યકાળ બુધવારે પૂરો થાય છે અને તેમના અનુગામી જગદીપ ધનખડની ઉપરાષ્ટ્રપતિપદની શપથવિધિ ગુરુવારે થશે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust