અભિષેક બચ્ચન તથા અન્ય સેલિબ્રિટીઓએ મેલબોર્ન ફિલ્મ ફ્ઁસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું

અભિષેક બચ્ચન તથા અન્ય સેલિબ્રિટીઓએ મેલબોર્ન ફિલ્મ ફ્ઁસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું
13મા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ અૉફ મેલબૉર્નનું ઉદ્ઘાટન અભિષેક બચ્ચન, તમન્ના ભાટિયા, તાપસી પન્નુ, શેફાલી શાહ, અનુરાગ કશ્યપ જેવી સેલિબ્રિટીએ કર્યું હતું. બે વર્ષ બાદ અૉસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આ ફેસ્ટિલ 20મી અૉગસ્ટ સુધી યોજાયો છે. આમાં ભાગ લેવા માટે અભિષેક, તમન્ના, વાણી કપૂર, ગાયક સોના મોહપાત્રા, અનુરાગ , કબીર ખાન, અપર્ણા સેન, નિખિલ અડવામી, રિત્વિક ધન્જાની અને શૂજિત સરકાર ગયા છે. અભિષેકે આ વર્ષના શિડયૂલની જાહેરાત કરી હતી. તાપસીની ફિલ્મ દોબારા સૌ પ્રથમ રજૂ થઈ હતી. ત્યારબાદ 120 ફિલ્મો, સ્વતંત્રતા દિનની ઉજલણી, ચર્ચા સત્રો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અભિષેકને અહીં લીડરશીપ ઈનસિનેમા એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 
અભિષેકે કહ્યું હતું કે, મારા સંપૂર્ણ પરિવારે આ ફિસ્ટેવલમાં પ્રતિનિધિત્વ કર્યું છે અને મને તેનું ગૌરવ છે. 
તમન્નાએ હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોની ચર્ચા વિશે વાત કરતાં કહ્યું કે, આ વિવાદ માત્ર ભારત પૂરતો સીમિત છે બાકી આંતરરાષ્ટ્રીય સ્તરે તો હું જયાં જાઉં ત્યાં બધે ભારતીય સિનેમા તરીકે જ સંબોધન કરવામાં આવે છે. 
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust