આશા પારેખને ધર્મેન્દ્ર જેવો દેખાતો સ્પર્ધક મળ્યો

આશા પારેખને ધર્મેન્દ્ર જેવો દેખાતો સ્પર્ધક મળ્યો
ગાયકીના રિયાલિટી શૉ સુપર સ્ટાર સિંગર -2માં પીઢ અભિનેત્રી આશા પારેખે સ્પર્ધક મણિના દેખાવને ધર્મેન્દ્ર સાથે સરખાવ્યો હતો. ખાસ કરીને તેની આંખો ધર્મેન્દ્રને મળતી આવતી હોવાનું કહ્યું હતું. તેમણે મણિને 1969ની ફિલ્મ આયા સાવન ઝુમ કેનું ગીત ગાવાનું પણ કહ્યું હતું. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને આશા મુખ્ય કલાકાર તરીકે હતાં. આશાએ કહ્યું હતું કે, તું ગાય છે સારું અને દેખાવમાં પણ હેન્ડસમ છે. વળી તું ધર્મેન્દ્ર જેવો જ દેખાય છે કેમ કે તારી આંખોમાં પણ તેમની આંખ જેવી શરારત છે. આથી હું તને તેમનું એક ગીત સાથિયા નહીં જાના ગાવાનું કહું છું. આ સપ્તાહના અંતે રજૂ થનારા સુપરસ્ટાર સિંગર-2ના આશા પારેખ સ્પેશિયલ એપિસોડમાં તમામ સ્પર્ધકે તેમની ફિલ્મોના લોકપ્રિય ગીતો ગાયાં હતાં. આશાએ જજ અલ્કા યાજ્ઞિકને કહ્યું હતું કે, તમામ સ્પર્ધકોએ એટલું  સરસ ગાયું છે કે કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ છે. તમામ સ્પર્ધકો અત્યંત ટેલેન્ટેડ છે.   
Published on: Sat, 13 Aug 2022

© 2022 Saurashtra Trust